ગુજરાતમાં જન્મ-મરણ નોંધણીમાં વિલંબ બદલ લેવાતી ફીમાં ધરખમ વધારો

ગુજરાતમાં જન્મ-મરણ નોંધણીમાં વિલંબ બદલ લેવાતી ફીમાં ધરખમ વધારો

ગુજરાતમાં જન્મ-મરણ નોંધણીમાં વિલંબ બદલ લેવાતી ફીમાં ધરખમ વધારો

Blog Article



અમદાવાદ મ્યુનિસિપલ હદમાં જન્મ અને મરણની નોંધણી કરાવવામાં થતાં વિલંબ બદલ લેવાતી લેટ ફીમાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત હેલ્થ કમિટીમાં શનિવારે મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત જન્મ-મરણની નોંધણી ના મળતી હોય તો તેના માટે કઢાવવાં પડતાં નો-રેકર્ડ સર્ટિફિકેટની લેટ ફીમાં પણ ધરખમ વધારો કરાશે. અત્યારસુધી નાગરિકો પાસેથી બે રૂપિયાથી લઇને ૧૦ રૂપિયા સુધીની ફી લેવાતી હતી. જે હવે ૨૦થી ૧૦૦ રૂપિયા લેવામાં આવશે.

મ્યુનિ. હેલ્થ કમિટીની બેઠક બાદ ચેરમેન જશુભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, જન્મ-મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ તથા જન્મ-મરણ રૂલ્સ ૨૦૧૮ અન્વયે જન્મ-મરણના બનાવની નોંધણી નિયમ અનુસાર પુરાવા લઇ કરી આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક નોટિફિકેશન જારી કરીને લેટ ફીમાં વધારો કર્યો છે. જેનો તમામ મહાનગરપાલિકામાં અમલ થવાનો છે.

તેમણે કહ્યું કે, જો શહેરીજનો જન્મ અને મરણની નોંધણી ૨૧ દિવસમાં કરાવી લે તો તેમની પાસે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ નોંધણીમાં વિલંબ કરે તો જ ફી લેવામાં આવે છે.

 

Report this page